મોડાસા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) એ.યુ સ્મોલ ફાઇનાન્સ બેંક બાયડ દ્વારા રણેચી પ્રાથમિક શાળા તથા રડોદરા પી.કે. શાહ વિદ્યાલયમાં મધ્યમ વર્ગી વિદ્યાર્થીઓ માટે સ્વેટરનુ વિતરણ કરવામાં આવ્યું હતું.એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેન્ક ના બ્રાન્ચ મેનેજર રિતેશભાઈ ગોર. ફાલ્ગુનભાઈ પટેલ. અમિતભાઈ પટેલ દ્વારા મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ માટે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ અનુરૂપ રણેચી પ્રાથમિક શાળાના હીનાબેન પટેલ તથા રડોદરા સ્કૂલના પ્રિન્સિપલ અલ્પેશભાઈ ગોસ્વામી એ એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક ને અભિનંદન પાઠ્ય હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ