પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.). આજના તણાવ ભર્યા માહોલમાં શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય સાચવવું પણ જરૂરી બન્યું છે ત્યારે આંગણવાડીમાં કામ કરતી બહેનો સ્ટ્રેસ ફ્રી કામ કરી શકે તે હેતુથી ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન એ.વી.તિવારી તથા ઈનચાર્જ એ.એચ.એ. ભરતભાઈ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ DMHP ના ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ મનીષકુમાર મારું તથા હેતલ બેન મોઢા દ્વારા આંગણવાડીના 30 કાર્યકર બહેનો માટે માનસિક સ્વાસ્થ્ય વિષય પાર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિઝીટિંગ ફેકલ્ટી ડૉ.દ્રષ્ટિ વાળા તથા વિઝીટિંગ ફેકલ્ટી રિકીન પંડ્યા દ્વારા માનસિક સ્વાસ્થ્યની માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya