અંબાજી, 21ફેબ્રુઆરી (હિ. સ). વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે 21 મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી અંબાજી પ્રાંગણમાં કરવામાં આવી. ડૉ. એમ. બી. ગોહિલે માતૃભાષા કેમ ઉજવવી પડે છે અને માતૃભાષાની શા માટે કરવામાં આવે છે અને માતૃભાષા ની ઉજવણી ક્યારથી કેવી રીતે થયો એનું વિગતે વ્યાખ્યાન આપ્યો હતું .અને વક્તાઓશ્રીનું શ્રી અંબાજી આર્ટસ કોલેજમાં હૃદય પૂર્વક સ્વાગત કર્યું હતું જેમાં એસ.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માણસાના ડૉ. વિજેતાકુમારી વી. ગામીતે વિદ્યાર્થીઓને માતૃભાષા વિશે ભાષાવિજ્ઞાન પરખૂબ રસપ્રદ વ્યાખ્યાન આપી હતુ઼. જ્યારે સરકારી કોલેજ પ્રા. જીજ્ઞેશભાઈએ ગુજરાતી ગીતો લોકગીતો અનેક વિતના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.
કોલેજના સંજય નટ, પાયલ જોશી, સુરેશ બેગડીયા , પ્રા દિલીપ પરમાર, ભાવના, જયશ્રી, પૂજા, મંજુલા ,ચંદ્રિકા વગેરે એ માતૃભાષા વિશેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. 300 કરતાં વધારે વિદ્યાર્થીઓ, શ્રી અંબાજી કોમર્સ કોલેજના આચાર્ય ડૉ. એચ .બી. પટેલ અને કોલેજના અધ્યાપક મિત્રો , ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ માં અઘ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ વિગેરે માતૃભાષા મહોત્સવમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.સવિતાબેન સી. પટેલે કર્યું હતું. આભાર વીધી ડૉ. પ્રવીણભાઈ પટેલે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ