જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ
•જુનાગઢ મહાશિવરાત્રી મેળા-૨૦૨૫ માં પધારનાર યાત્રીકો માટે સુવ્યવસ્થિત પાર્કિંગ થાય તે માટે જૂનાગઢ, 21 ફેબ્રુઆરી (હિ.સ.). મહાશિવરાત્રી મેળામાં પધારનાર યાત્રીકોનું જૂનાગઢ જિલ્લા પોલીસ હાર્દિક સ્વાગત કરતાં જણાવે છે કે, જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરતા દર
જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ


•જુનાગઢ મહાશિવરાત્રી મેળા-૨૦૨૫ માં પધારનાર યાત્રીકો માટે સુવ્યવસ્થિત પાર્કિંગ થાય તે માટે

જૂનાગઢ, 21 ફેબ્રુઆરી (હિ.સ.). મહાશિવરાત્રી મેળામાં પધારનાર યાત્રીકોનું જૂનાગઢ જિલ્લા પોલીસ હાર્દિક સ્વાગત કરતાં જણાવે છે કે, જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરતા દરેક મુખ્ય પ્રવેશ દ્વારો ઉપર એક QR કોડ રાખવામાં આવેલ છે.

જે QR કોડ સ્કેન કરતાની સાથે જ વોટસઅપ ઓપન થશે જેમાં HI લખી સેન્ડ કરતાં આપને આપના જિલ્લા/શહેર ની પસંદગીનો વિકલ્પ પુછવામાં આવશે જે પસંદ કરી સેન્ડ કરતાની સાથે જ આપના વાહનનું ફાળવવામાં આવેલ પાર્કિંગની જગ્યાનો ગુગલ મેપ ઓપન થશે. જે જગ્યાએ આપનું વાહન પાર્ક કરવાનું રહેશે.

તો ચાલો મહા શિવરાત્રી મેળા-૨૦૨૫ માં પધારનાર આપ સૌ ભાવિક ભક્તો મોબાઇલ ના માધ્ય્મથી QR કોડ તેમજ નીચે આપેલ લીંકનો ઉપયોગ કરી આપનું વાહન યોગ્ય જગ્યાએ સુરક્ષિત પાર્ક કરો. તેવી જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અપિલ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande