જૂનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.). મહાશિવરાત્રીના મેળામા આવતા શ્રદ્ધાળુઓ જ્યાં ત્યાં કચરો ન ફેકે, કચરો ફક્ત કચરાપેટીમાં જ નાખી ભવનાથની આ પવિત્ર ભૂમિને સુંદર અને સ્વચ્છ રાખે તેવી અપીલ ભવનાથના મહંત શ્રી હરિગીરી બાપુએ કરી છે.
રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર સ્વચ્છતા માટે કટિબદ્ધ છે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકો મેળામાં સ્વચ્છતા જાળવી તંત્રને સહયોગ આપે તેવી અપીલ મહંતશ્રીએ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ