જુનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.). શ્રી રામ ધૂન મંડળ, સુશિલાબેન છોટાલાલ શાહ હોલ,અંબિકા ચોક, જૂનાગઢ ખાતે તા.20.02.25 ને ગુરુવારે ૯૪મા એ.ટી.એમ.લગ્ન યોજાયા હતા, આ લગ્નમા વરરાજા રાજ અશોકભાઇ જોગીયા,તેમજ કન્યા શ્રી માનશી સંજયભાઈ લોઢિયાના લગ્ન થયા હતા.
આ તકે 11 સાડી, 2 ડ્રેશ,થાળી વાટકા ગ્લાસ ના બે સેટ, એક દિવાલ ઘડિયાળ, નાઈટ લેમ્પ, મંગળસૂત્ર, નાક નો દાણો, એક સેટ હાર, બુટ્ટી, બ્લેન્કેટ ટુવાલ તેમજ કરિયાવર નો સામાન, કટલેરી નો સામાન વિગેરે દાતાઓ અને સંસ્થાઓ તરફથી આપવામાં આવેલ, આ તકે સંસ્થા ના પ્રમુખશ્રી મનસુખભાઇ વાજા,અરવિંદભાઈ મારડીયા, મુકેશભાઈ મેઘણાથી, બટુકબાપુ, ડો.પાર્થભાઈ ગણાત્રા, અલ્પેશ પરમાર, ચંપકભાઈ જેઠવા રાજેન્દ્રભાઇ ચુડાસમા, પ્રવીણ જોશી, મનોજભાઈ સાવલિયા, પ્રગ્નેશભાઈ, પરશુરામભાઈ ચૌહાણ, વાજા,અનિલભાઈ ગોહેલ, શાંતાબેન બેસ, સરોજબેન જોશી, દયાબેન માણેક, પુષ્પાબેન પરમાર, રશીલાબેન સોલંકી, હેમલતાબેન વ્યાસ, સરોજબેન ઠાકર દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ લગ્ન વિધિ ગોર મહારાજ ગોપાલકૃષ્ણ નાનાલાલ જોશી દ્વારા કરાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ