જુનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.). ગિરનારના સાનિધ્યમાં આગામી તા.૨૨ ફેબ્રુઆરીથી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળાને પ્લાસ્ટિક મુક્ત રાખી વહીવટી તંત્રને સહકાર આપવા સાધુ સંતો અપીલ કરી રહ્યા છે. ભારતી આશ્રમના મહંતશ્રી હરિહરાનંદ બાપુએ મહાશિવરાત્રીના મેળામાં આવતા તમામ સાધુ-સંતો અને ભક્તોને અપીલ કરી દત્ત અને દાતારની ભૂમિ તથા ભવનાથ અને જૂનાગઢને પ્લાસ્ટિક મુક્ત રાખવા તેમજ જ્યાં ત્યાં કચરો ન ફેકી જિલ્લા તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ