સુરતમાં સગીરાની હત્યાના પ્રયાસના કેસમાં ત્રણની ધરપકડ
સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતમાં સગીરા હત્યા પ્રયાસ કેસમાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે. પલસાણાના બગુમરામાં મૂળ લખનઉની સગીરા પ્રેમી ચંદન શાહુને મળવા ગઇ હતી. તેવામાં સગીરાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યા હતો. પોલીસે ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી
Arrest


સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતમાં સગીરા હત્યા પ્રયાસ કેસમાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે. પલસાણાના બગુમરામાં મૂળ લખનઉની સગીરા પ્રેમી ચંદન શાહુને મળવા ગઇ હતી. તેવામાં સગીરાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યા હતો. પોલીસે ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના પલસાણાના બગુમરામાં મૂળ લખનઉની સગીરા પ્રેમી ચંદન શાહુને મળવા ગઇ હતી. ચંદનની સગીરા સાથે યુપીના ગોરખપુર મુલાકાત થઈ હતી. જ્યાં ચંદન અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સગીરાએ સંબંધ તોડી નાંખતા આરોપીએ અન્ય મિત્રો સાથે મળી સગીરાની હત્યાની કોશિશ કરી હતી. પોલીસે સમગ્ર મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પલસાણાના બગુમરા ગામની સિમમાંથી એક સગીરાની હત્યાની કોશિશનો મામલો સામે આવ્યો હતો. પ્રેમીએ સગીરાને ગળે ફાસો આપી હત્યાનીં કોશિસ કરી હતી. સમગ્ર ઘટનાને લઇ પલસાણા પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સગીરા મૂળ લખનઉ ની હોય ગત રોજ (20 ફેબ્રુઆરી 2025)આરોપી પ્રેમી ચંદન શાહુને મળવા આવી હતી. ચંદનને સગીરા સાથે 4 માસ અગાઉ યુપીમાં ગોરખપુર સ્ટેશને મુલાકાત થઈ હતી. જ્યાં એક બીજા ના નંબર ની આપ લે કરી પ્રેમ સંબંધ બંધાયો હતો. સગીરા સાથે સંબંધ નહીં રાખવાનું જણાવી ચંદન શાહુએ અન્ય મિત્રો સાથે સગીરાની હત્યાની કોશિશ કરી હતી. પોલીસે સમગ્ર મામલે 3 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande