વડોદરા, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-વડોદરા નજીકના પાદરામાં યાસીન વહોરાએ નામના શખ્સયે હોમગાર્ડ જવાનને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. તે બાદ તેણે હોમગાર્ડ જવાનને પાડી દઇ, તેની છાતી પર બેસીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સમગ્ર ઘટના અંગે બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને હોમગાર્ડ જવાનને વધુ માર ખાતા બચાવી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે પાદરા પોલીસ મથકમાં ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ફરિયાદની કાર્યવાહી શરૂ થતા જ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને પકડી લીધો છે. અને તેને સાથે રાખીને ઘટના સ્થળે પંચનામું કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં યાસીન વોહરાને ડોન બનવાના અભરખા હતા, ત્યાં જ તેને પોલીસ જાપ્તામાં જોઇને લોકો અંદરખાને ખુશ થઇ રહ્યા છે. અને પોલીસ યાસીનને બરાબરનો પાઠ ભણાવે તેવો લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે