પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.). 21મી ફેબ્રુઆરીએ પ્રેમચંદભાઈ આર પરમાર હાઇસ્કુલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવાનો અને બહુભાષાવાદને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમમાં ગુજરાતી શિક્ષક અલ્પાબેન ચાવડાએ સાહિત્યના શબ્દ, વિચાર અને પ્રસ્તુતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા. દિનેશભાઈ પરમારે માતૃભાષાનો મહિમા સમજાવતાં જણાવ્યું કે, માતૃભાષા એ બાળકને માતા તરફથી મળેલી અને પરિવારમાં બોલાતી ભાષા છે, જેમાં વ્યક્તિ સરળતાથી વિચારી અને લાગણીઓ વ્યક્ત કરી શકે છે.
કાર્યક્રમમાં મહેમાન તરીકે મુસ્તુફાભાઈ મેમણે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. શાળાના આચાર્ય ભાવસંગજી ઠાકોર, સંજયભાઈ ઠાકોર, અશ્વિનભાઈ કડિયા, વિપુલભાઈ પટેલ, શાહિલકુમાર વિરતીયા, બાલસંગજી ઠાકોર, ભાવેશભાઈ પરમાર અને સકતાજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢાએ કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર