પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.). હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં UDISHA પ્રોજેક્ટ અંતર્ગત 22 ફેબ્રુઆરી 2025ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા વિષયક વિશેષ વ્યાખ્યાન યોજાયું. આ કાર્યક્રમના બીજા તબક્કામાં રોડા પ્રાથમિક શાળાના આચાર્ય રામસિંહ ચૌધરીએ ભારતીય બંધારણ વિષે વિસ્તૃત માહિતી આપી. તેમણે બંધારણના મહત્વપૂર્ણ નિયમો અને જોગવાઈઓ વિશે માર્ગદર્શન આપ્યું અને સંસદની રચના તેમજ વ્યવહારિક જીવનમાં તેના મહત્વને સમજાવ્યું.
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. UDISHA પ્રોજેક્ટના કૉઓર્ડિનેટર ડૉ. માનસિંહભાઈ ચૌધરીએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું. આર્ટ્સ અને સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ આ વ્યાખ્યાનનો ઉત્સાહપૂર્વક લાભ લીધો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર