અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શનિવારે સવારથી જ ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાન ટીપી રોડ ખોલવા અમલીકરણ અંતર્ગત ગેરકાયદેસર બાંધકામ બાંધકામોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.વિપક્ષના નેતા એ ચોક્કસ વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગોમતીપુર વિસ્તારમાં રોડ પર રીડીપી અલીકરણ અંતર્ગત બાંધકામોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચારતોડા કબ્રસ્તાનમાં આવેલા બાંધકામોને એક વિભાગની ટીમ દ્વારા આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવામાં આવી રહ્યા છે.
ગોમતીપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીડીપીનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રોડ પહોળો કરવા માટે રસ્તામાં આવતા બાંધકામોને દૂર કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગોમતીપુર હાથીખાઇથી લઈને ચારતોડા કબ્રસ્તાન થઈ સરસપુર તરફના રોડ ઉપર 100 દુકાનો અને મકાનો સહિતની મિલકતો તોડવામાં આવનાર છે. આજે શનિવારે સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલા 10થી વધુ બાંધકામો તોડવાની કાર્યવાહી થઈ રહી છે. રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત આ બાંધકામો તોડવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ