ગાંધીનગર, 22 ફેબ્રુઆરી (હિ.સ.) અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શિક્ષકોનું સન્માન કરાય છે જેમાં વર્ષ 2024 માટે કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન અશ્વિન એ. પટેલ કોમર્સ કોલેજના અધ્યાપક ડો. ધર્મેન્દ્ર પી. પટેલને અચલા અધ્યાપક સન્માન એવોર્ડ રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેજીના વરદહસ્તે એનાયત કરાયો હતો.
સમગ્ર રાષ્ટ્રીય પરિસંવાદ, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ અંતર્ગત યોજાયો હતો જેમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજન, ગુજરાત સરકારના ઉચ્ચ વિભાગના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ, ડો. મફત પટેલ, અનાર પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહાં અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવની પ્રેરણાત્મક ઉપસ્થિતિમાં KCG કેમ્પસ, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ સન્માન બદલ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભ એમ. પટેલ , કોલેજના આચાર્ય ડો. વિજ્ઞા ઓઝા અને સમગ્ર કોલેજ પરિવાર દ્વારા ડૉ. ધર્મેન્દ્ર પી. પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ