સોમનાથ મહિલાલક્ષી કાયદાઓ જેન્ડર વિકાસ-સામાજિક વર્તનમાં બદલાવ વિષયક દ્વિ દિવસીય સેતુ કાર્યક્રમ કાર્યશાળા યોજાઇ.
સોમનાથ,22 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને જેન્ડર રિસોર્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે મહિલાલક્ષી કાયદાઓ અન્વયે કાર્યશાળા યોજાઇ. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા જેન્ડર રિસોર્સ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમ
ગીર સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી


સોમનાથ,22 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને જેન્ડર રિસોર્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે મહિલાલક્ષી કાયદાઓ અન્વયે કાર્યશાળા યોજાઇ. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા જેન્ડર રિસોર્સ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના સંકલન દ્વારા 17 અને 18 ફેબ્રુઆરી દરમિયાન મહિલાલક્ષી કાયદાઓ (The PoSH Act 2013) જેન્ડર વિકાસ-સામાજિક વર્તનમાં બદલાવ વિષયક દ્વિ દિવસીય સેતુ કાર્યક્રમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું.

સમગ્ર કાર્યશાળામાં બે દિવસ દરમિયાન અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, મુખ્ય-અતિથિ રૂપે જેન્ડર રિસોર્સ સેન્ટર, ગાંધીનગરના અધિકારી મહેન્દ્ર મકવાણા, અત્રેના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો.વિનોદ કુમાર ઝા, યુનિવર્સિટી સંચાલિત કોલેજના પ્રભારી આચાર્ય ડૉ.પંકજકુમાર રાવલ, જેન્ડર રિસોર્સ સેન્ટરના નોડલ ઓફિસર અને અત્રેના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.આશા માઢક, ગુણોત્કર્ષ વર્ષના પ્રોગ્રામ ઓફિસર ડૉ.જાનકીશરણ આચાર્ય, કાર્યશાળાના સંયોજક રેખા રાઠોડ અને કેતનકુમાર કાછેલા સહિત યુનિવર્સિટીના અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર બાદ દ્વિતીય સત્રમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર કેતનસિંહ વાળાએ સામાજિક બદલાવ અને પરિવર્તન તથા મહિલાલક્ષી કાયદાઓ અને કલમો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતું વ્યાખ્યાન રજૂ કર્યું હતું. આ સત્રનું સંચાલન યુનિવર્સિટીના શોધછાત્રા મોહિની ડાલકીએ કર્યું હતું. તૃતીયસત્રના મુખ્ય વક્તા જેન્ડર રિસોર્ટ સેન્ટર, ગાંધીનગરના અધિકારી મહેન્દ્ર મકવાણાએ જેન્ડર અને વિકાસ વિષય સંબંધી સમાજની માનસિકતા અને દ્રષ્ટિકોણ વિશે ઉદાહરણો દ્વારા વ્યાખ્યાન રજૂ કર્યું. સત્રનું સંચાલન શોધછાત્રા મકવાણા સીમાએ કર્યું હતું. ત્યારબાદ ચતુર્થસત્રના મુખ્ય વક્તા અત્રેની યુનિવર્સિટીના પુરાણ વિભાગના ડૉ. પંકજકુમાર રાવલે સંસ્કૃત શાસ્ત્રોમાં વ્યક્તિત્વ અને વિકાસ વિષય પર આકર્ષક વ્યાખ્યાન આપ્યું હતું. સત્રનું સંચાલન શોધછાત્રા વૈશાલી બારડે કર્યું હતું.

બીજા દિવસે 18 ફેબ્રુઆરી ના રોજ અત્રેની યુનિવર્સિટીના તમામ સ્ટાફ માટે વિશિષ્ટ માર્ગદર્શનાત્મક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય, ડૉ.રામકુમારી દ્વારા મંગલાચરણ અને મહાનુભાવોના સ્વાગત બાદ ડૉ.કિર્તીકુમાર જે. વૈષ્ણવે સામાજિક બદલાવ અને પરિવર્તન, ત્યારબાદ મહેન્દ્રભાઈ મકવાણાએ મહિલાલક્ષી કાયદાઓ અને The Posh Act 2013 સંબંધી અત્યંત ઉપયોગી અને મહત્વ્એપૂર્ણ વ્યાખ્યાન રજૂ કર્યું હતું. અંતે અત્રેની યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો.વિનોદ કુમાર ઝાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતું. સત્રનું સંચાલન ડૉ.આશા માઢકે કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande