જૂનાગઢ મહાનગરપાલિકા ધ્વારા યાત્રાળુઓ તથા ભક્તજનોની માટે માહિતી કેન્દ્ર નો પ્રારંભ.
જુનાગઢ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) ભવનાથ ક્ષેત્રમાં મહા શિવરાત્રી મેળા અંતર્ગત મહાનગરપાલિકા, જૂનાગઢ ધ્વારા યાત્રાળુઓની સુખાકારી, જાણકારી, માહિતી અર્થે પ્રતિવર્ષની માફક માહીતી કેન્દ્ર દતચોક,ભવનાથ ખાતે આજરોજ કાર્યરત કરવામાં આવેલ છે. દત ચોક પ્ર
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા


જુનાગઢ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) ભવનાથ ક્ષેત્રમાં મહા શિવરાત્રી મેળા અંતર્ગત મહાનગરપાલિકા, જૂનાગઢ ધ્વારા યાત્રાળુઓની સુખાકારી, જાણકારી, માહિતી અર્થે પ્રતિવર્ષની માફક માહીતી કેન્દ્ર દતચોક,ભવનાથ ખાતે આજરોજ કાર્યરત કરવામાં આવેલ છે.

દત ચોક પ્રવાસી માહિતિ કેન્દ્રનો કલેકટર અનિલ રાણાવસિયા,કમિશનર ડૉ.ઓમ પ્રકાશ, જૂનાગઢના અધિકારી,કર્મચારી ની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો હતો.

આ માહિતી કેન્દ્ર પર વિખુટા પડેલ લોકોને સહાય રૂપ થવા તેમજ જૂનાગઢ શહેરની તમામ વિગત પ્રવાસીઓને મળી રહે તે માટે મેળા દરમિયાન 24 કલાક આ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. દતચોક માહિતી કેન્દ્ર ધ્વારા ભવનાથ વિસ્તારની તથા તમામ ઉતારાઓની વીજળી,પાણી,આરોગ્ય.સફાઈ વગેરેની ફરીયાદ લેવામાં આવશે તથા તેનુ નિરાકરણ કરવામાં આવશે.આ રીતે યાત્રીકો ને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો મહાનગરપાલિકા ધ્વારા હાથ ધરાયેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande