મહાકુંભ, એ આપણી પવિત્ર સનાતન સંસ્કૃતિનો શાશ્વત ધર્મ છે: જેપી નડ્ડા
મહાકુંભનગર (પ્રયાગરાજ), નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા, આજે પ્રયાગરાજ મહાકુંભ પહોંચશે અને સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. જેપી નડ્ડાએ એક્સ પર લખ્યું
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા


મહાકુંભનગર (પ્રયાગરાજ), નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા, આજે પ્રયાગરાજ મહાકુંભ પહોંચશે અને સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. જેપી નડ્ડાએ એક્સ પર લખ્યું છે કે, મહાકુંભ એ આપણી પવિત્ર સનાતન સંસ્કૃતિનો શાશ્વત ધાર્મિક પ્રવાહ છે. પવિત્ર સ્થળ પ્રયાગરાજ ખાતે સંગમમાં ડૂબકી લગાવવાની અને ધર્મ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનો દિવ્ય અનુભવ કરવાની પવિત્ર તક મળતાં, હું ખૂબ જ ઉત્સાહિત છું. ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત હનુમાનજી મહારાજના દર્શન અને પૂજ્ય સંતોના આશીર્વાદથી આ યાત્રા વધુ શુભ બનશે.

ભાજપ પ્રમુખ ગઈકાલથી વારાણસીમાં છે. તેઓ બપોરે 01.30 વાગ્યે વારાણસીથી સીધા વિમાન દ્વારા બમરૌલી એરપોર્ટ પર ઉતરશે. પ્રયાગરાજના બમરૌલી એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક સહિત, રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનું સ્વાગત કરશે. આ પછી તેઓ સંગમ કિનારે પહોંચશે અને ત્રિવેણીમાં ડૂબકી લગાવશે.

હિન્દુસ્થાન સમાચાર / બૃજનંદન / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande