જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો-2024 ને મંજૂરી, 21 એપ્રિલે આપવામાં આવશે
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ). કેન્દ્ર સરકારે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે, પ્રધાનમંત્રી પુરસ્કારો - 2024 ની યોજનાને મંજૂરી આપી છે. આ પુરસ્કારો પ્રધાનમંત્રી દ્વારા 21 એપ્રિલ 2025 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સિવિલ સર્વિસીસ દિવસ 2025 ના પ્રસં
જાહેર સેવાઓ


નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ). કેન્દ્ર સરકારે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે, પ્રધાનમંત્રી પુરસ્કારો - 2024 ની યોજનાને મંજૂરી આપી છે. આ પુરસ્કારો પ્રધાનમંત્રી દ્વારા 21 એપ્રિલ 2025 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સિવિલ સર્વિસીસ દિવસ 2025 ના પ્રસંગે આપવામાં આવશે.

કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અનુસાર, જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો દેશભરના સનદી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને માન્યતા આપવા, ઓળખ અપાવવા અને પુર્શ્કૃત કરવા માટે આપવામાં આવે છે. વર્ષ 2024 માટે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારોની યોજનાનો ઉદ્દેશ્ય, ત્રણ શ્રેણીઓમાં સનદી કર્મચારીઓના યોગદાનને ઓળખવાનો છે.

પ્રથમ શ્રેણીમાં 11 પ્રાથમિકતા ક્ષેત્ર કાર્યક્રમો હેઠળ જિલ્લાઓનો સર્વાંગી વિકાસ શામેલ છે. આ શ્રેણી હેઠળ 5 પુરસ્કારો આપવામાં આવશે. બીજી શ્રેણીમાં એસ્પાયરિંગ બ્લોક પ્રોગ્રામનો સમાવેશ થાય છે. આ શ્રેણી હેઠળ 5 પુરસ્કારો આપવામાં આવશે. ત્રીજી શ્રેણીમાં કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો, રાજ્યો અને જિલ્લાઓ માટે નવીનતાઓનો સમાવેશ થાય છે. આ શ્રેણી હેઠળ 6 પુરસ્કારો આપવામાં આવશે.

પ્રધાનમંત્રી પુરસ્કાર પોર્ટલ 20 જાન્યુઆરી 2025 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. નોંધણી અને નામાંકન માટેનું પોર્ટલ, 27 જાન્યુઆરી 2025 થી 21 ફેબ્રુઆરી 2025 સુધી કાર્યરત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી પુરસ્કાર પોર્ટલ પર કુલ 1588 નામાંકન પ્રાપ્ત થયા હતા. આમાંથી, જિલ્લાના સર્વાંગી વિકાસ શ્રેણીમાં કુલ 437 નામાંકન, મહત્વાકાંક્ષી બ્લોક કાર્યક્રમમાં 426 અને નવીનતા શ્રેણીમાં કુલ 725 નામાંકન પ્રાપ્ત થયા છે. આ યોજનાને સહભાગીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આનો ઉદ્દેશ્ય વહીવટી સુધારાઓને વધુ મજબૂત બનાવવાનો છે, ખાસ કરીને પ્રથમ વખત ભાગ લઈ રહેલા મહત્વાકાંક્ષી બ્લોક્સ માટેનો છે.

પુરસ્કારો માટેની અરજીઓના મૂલ્યાંકનમાં સૌપ્રથમ અધિક સચિવોની આગેવાની હેઠળની સ્ક્રીનીંગ સમિતિ દ્વારા જિલ્લાઓ અને સંગઠનોની પસંદગીનો સમાવેશ થશે, ત્યારબાદ ડીએઆરપીજી ના સચિવની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને પછી કેબિનેટ સચિવની આગેવાની હેઠળની સશક્ત સમિતિ દ્વારા પુરસ્કારો માટે અંતિમ ભલામણ કરવામાં આવશે. પુરસ્કારો માટે સશક્ત સમિતિની ભલામણો પર પ્રધાનમંત્રીની મંજૂરી લેવામાં આવશે.

પ્રધાનમંત્રી પુરસ્કાર-2024માં પુરસ્કાર મેળવનાર જિલ્લા અને સંગઠનને ટ્રોફી, સ્ક્રોલ અને ૨૦ લાખ રૂપિયાનું પ્રોત્સાહન શામેલ છે, જેનો ઉપયોગ પ્રોજેક્ટ અથવા કાર્યક્રમના અમલીકરણ માટે અથવા જાહેર કલ્યાણના કોઈપણ ક્ષેત્રમાં સંસાધનોની અછતને પહોંચી વળવા માટે કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / દધિબલ યાદવ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande