મોડાસા, 22 ફેબ્રુઆરી (હિ.સ.) સાબરકાંઠા જિલ્લા ની મુલાકાતે આવેલ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રવનીત સિંહ બીટ્ટુ સાથે સાંસદ શોભાના બારૈયા એ મુલાકાત કરી,સ્વાગત કરીને જિલ્લા ના પ્રજાજનો માટે આવશ્યક એવી સમસ્યા ઓની રજૂઆત કરી હતી. રેલ રાજ્ય મંત્રી સાથે હિંમતનગર સર્કિટ હાઉસ માં થયેલ આ મુલાકાત માં સાબરકાંઠા જિલ્લા કલેકટર લલિત નારાયણ સાંદુ, જિલ્લા ભાજપ સંગઠન ના પ્રમુખ કનુ પટેલ,પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઉપરાંત સ્થાનિક અને તાલુકા ના હોદ્દેદારો તથા રેલવે કમિટી ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રેલવે લાઇન ની સુવિધા બાબતે કેટલીક રજૂઆતો કરી હોવાનું જાણવા મળેલ છે .જે બાબતે ઘટતું કરવા મંત્રી એ હૈયા ધારણ કરી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ