રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો,તાપમાનમાં સામાન્ય કરતા બેથી ત્રણ ડિગ્રીનો વધારો
અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હજી તો માર્ચ આવ્યો નથી ને ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. સામાન્ય રીતે માર્ચ આવતા ગરમી વધતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ પહેલા
Temperatures soar in the state, two to three degrees above normal


અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હજી તો માર્ચ આવ્યો નથી ને ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. સામાન્ય રીતે માર્ચ આવતા ગરમી વધતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ પહેલા જ ગરમીએ જોર પકડ્યું છે. જેના કારણે ગુજરાતીઓએ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 36.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જ્યારે બે દિવસ પછી રાજ્યમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે અને આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.

છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 33.4 ડિગ્રી સેલ્સિયસ નોધાયું છે. સંપૂર્ણ ગુજરાતમાં મહત્તમ તાપમાન રાજકોટ ખાતે 36.3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયુ છે. જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 19.3 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન નલિયા ખાતે 15.5 ડિગ્રી સેલ્સિયસ નોધાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande