મોડાસા, 22 ફેબ્રુઆરી (હિ.સ.) શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના તારલા સમા વિધાર્થી ભાઈ બહેનો ને સન્માનિત કરી પારિતોષિક અર્પણ કરવાનો ૨૭ મો સમારોહ તાજેતરમાં યોજાઇ ગયો.જેમાં તલોદ,મોડાસા અને હિંમતનગર તાલુકા સહિતના તાલુકા ઓના વિદ્યાર્થીઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના આ 27 મા પારિતોષિક વિતરણ અને પ્રતિભા સન્માન સમારોહ નું આયોજન વસંત વાડી અમદાવાદ ખાતે પરિષદ ના પ્રમુખ જયપ્રકાશ સોનેરી ના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયું હતુ.આ સમારોહ માં સમાજના 89 વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.જેઓએ પણ પ્રોત્સાહિત કરનાર સમાજ ના ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી. સતત 27 વર્ષ થી આ પ્રેરણાદાયી અને પ્રશંસનીય સમારોહ નું આયોજન કરવામાં આવતું હોવાનું સંગઠન ના શિક્ષણ સમિતિ ના ચેરમેન પ્રકાશ ચંદ્ર જોષી (મહિયલ / તલોદ.) નાઓ એ જણાવ્યું હતું.
આ સમારોહ મુખ્ય મહેમાન પદે ડૉ મિત્તલ શુક્લ ,અતિથિ વિશેષ પદે નિલેષભટ્ટ,સંજય જોષી અને નિર્મલા પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.તેઓ એ તથા મેનેજિંગ ટ્રસ્ટી ભરત જોષી, પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી બંસીધર મહેતા તથા પૂર્વ ચેરમેન નર્મદ ત્રિવેદી સહિતના ઓ એ તેજસ્વી તારલા સમા વિધાર્થી ભાઈ બહેનો ને સન્માનિત કરીને ભાવિ માટે અનેકાનેક શુભકામનાઓ પાઠવી હતી.
શિક્ષણ સમિતિ ના ઉપક્રમે સંપન્ન થયેલા આ શાનદાર સમારોહ માં સંગઠન ના મહિલા મહામંત્રી અને આંતર રાષ્ટ્રીય મહિલા પતંગવીર ભાવના બહેન એસ.મહેતા એ ખાસ ઉપસ્થિત રહીને મનનીય અને ભાવવાહી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. શિક્ષણ સમિતિ ના ચેરમેન પ્રકાશ જોષી ની ટીમે આયોજિત કરેલ આ સમારોહ સફળ અને પ્રેરણાદાયી રહ્યો હતો.જે થકી વિધાર્થી આલમને કદરદાન સમાજ પોતાની પડખે હોવાનો અહેસાસ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ