અંબાજી માં બી ડી મહેતા આરાસુરી કન્યા વિધાલયની છાત્રાઓ માટે મેડીકલ ચેક અપ કેમ્પ યોજાયો
અંબાજી, 24 ફેબ્રુઆરી (હિ. સ) અંબાજી માં બી ડી મહેતા આરાસુરી કન્યા વિધાલયની છાત્રાઓ માટે આણંદ થી ખાસ આવેલા સર્જન ડો. હેમંત ભટ્ટ અને તેમના Dr. Shivani Bhatt Charitable Foundation( SBCF ) ના ડોક્ટરોની ટીમ દ્વારા ધોરણ ૮ થી ૧૨ની ૩૦૦ વિદ્યાર્થીનીઓ માટે ન
Ambaji ni kanya shala manidan cemp yojayo


અંબાજી, 24 ફેબ્રુઆરી (હિ. સ) અંબાજી માં બી ડી મહેતા આરાસુરી કન્યા વિધાલયની છાત્રાઓ માટે આણંદ થી ખાસ આવેલા સર્જન ડો. હેમંત ભટ્ટ અને તેમના Dr. Shivani Bhatt Charitable Foundation( SBCF ) ના ડોક્ટરોની ટીમ દ્વારા ધોરણ ૮ થી ૧૨ની ૩૦૦ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્યત્વે ૪ વિષયો આવરી લેવામાં આવ્યા.

૧. હિમોગ્લોબીન નું સ્તર માપી કુપોષણ નાબૂદ કરવા માટે જરુરી માર્ગદર્શન, દવાઓ તેમજ પૌષ્ટિક ખોરાકનું વિતરણ

૨. ⁠રંગ અંધત્વ નો ટેસ્ટ અને તે અંગેનું માર્ગદર્શન

૩. ⁠ માસિક સમય અવસ્થા વિશે સમજ અને તે સમયે સહેલાઈથી વપરાશમાં લેવાય તેવા રીયુઝેબલ પેડનું વિતરણ

૪. ⁠આપત્તકાલિન સારવાર (CPR) ની શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ને નિષ્ણાત ડોક્ટરો વડે પ્રેક્ટિકલ ટ્રેનીંગ.

કાર્યક્રમ બાદ સૌ વિદ્યાર્થીનીઓને કંપાસ બોક્સ અમદાવાદથી આવેલ શીતલ અને રામ ગાંધી દ્વારા આપવામાં આવ્યા. કાર્યક્રમના અંતે સૌ કોઈ માટે ભોજનની વ્યવસ્થા ગ્રીન માર્બલ, અંબાજી તરફથી કરવામાં આવી. આણંદ અને અમદાવાદથી અંબાજી આવી આ ઉત્તમ કાર્ય કરવા માટે અંબાજી કેળવણી મંડળ દ્વારા સમગ્ર SBCF ટીમનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande