મહારાષ્ટ્રમાં સી.બી.એસ.ઈ. નેશનલ જીમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ 2024-25 માં મેરીટમાં નામ નોંધાવ્યું
શાળાના આચાર્ય રામજી નાગારાજનના હસ્તે ખેલાડીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા
ભરૂચ 24 ફેબ્રુઆરી (હિ.સ.)
અંકલેશ્વર કોંઢ ખાતે આવેલ ચંદ્ર બાલા મોદી એકેડેમી સ્કૂલના વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ સી. બી.એસ.ઈ. નેશનલ જીમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ 2024-25 માં ભાગ લીધો હતો.દરેક સ્પર્ધકે મેરીટમાં આવી સર્ટિફિકેટ મેળવેલ છે.
મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ સી. બી.એસ.ઈ. નેશનલ જીમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ 2024-25 માં અંકલેશ્વર ચંદ્ર બાલા મોદી એકેડમીના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું આયોજન આત્મા માલિક ઇન્ટરનેશનલ સ્કૂલ અહેમદનગર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2024 થી 19 ઓક્ટોબર 2024 સુધી શિરડી મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પર્લ પટેલ, હેની પટેલ, દિસા કાકુ, અર્જુન પંચાલ, સિયા તિવારી, યશ્વી પટેલ, દિવ્યાંશી અટોદરીયા, પ્રાચી વાંસદીયા, હની મોદી, નીરજા મહા રાહુલજી, આઈસ્લીન બેગ, રાજવી મહા રાહુલજી, રીયાન શાહ, મંથન પટેલ, જસ પટેલ, જીયાના ત્રિવેદી જેઓ શાળાના કોચ ઘનશ્યામ જોષીના માર્ગદર્શન હેઠળ સ્પર્ધામાં ચંદ્ર બાલા મોદી એકેડેમીના જીમનાસ્ટિક રમતના ખેલાડીઓએ ખૂબ જ સારો દેખાવ કરેલ અને હાજર રહેલ તમામ દર્શકો દ્વારા પ્રશંસા મેળવેલ હતી.આ તકે
શાળાના આચાર્ય રામજી નાગારાજનના હસ્તે ખેલાડીઓને સર્ટિફિકેટ અપાવી સન્માન કરાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ