વડોદરા, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક જીતેન્દ્ર સિંહ આજે તારીખ 24/02/2025 ના રોજ વડોદરા મંડળના 25 રેલ કર્મચારીઓને સલામત ટ્રેન પરિચાલન માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા. આ રેલ કર્મચારીઓને તેમની ફરજ દરમિયાન દર્શાવેલી સજકતા અને સતર્કતા ના કારણે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ રોકવામાં તેમના યોગદાન માટે પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા,
વડોદરા મંડળના વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શરદ ગૌતમના જણાવ્યા અનુસાર સ્ટેશન માસ્ટર રતીરામ મીણા, ઓમારામ મેઘવાળ, ટ્રેન મેનેજર એન. એન. શેખ, પોઈન્ટસમેન દીપરામ મીણા, વોકોપાઇવટ સંજય એસ પટેલ, મહંમદ્ અભ્યાસખાન, સલીમ દુધવાળા, અજયકુમાર મહેતા, જે.કે. મીણા, નિરજકુમાર, હીરાવાલ મીણા, મુખ્ય ચિકિત્સા અધિક્ષક મેમુ શેડ રંજનકુમાર, સિનિયર સેકશન ઇજનેર રવિકાંત બધેલ, ટેકનિશિયન અનિલ જે.સી., નરવતસિંહ આર., મયુરકુમાર આર, સોની, ઉજજ્જવલ પી તડવી, નયનજી ત્રિવેદી, સહાયક નિમેષ એચ. જગતાપ, મતી વિલિતાબેન આર. પરમાર, ટ્રેકમેન રોશનકુમાર ગુપ્તા. પપ્પુકુમાર, મેસન અનિલકુમાર તથા ગેટમેન દિપીલકુમારને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ તમામ સન્માનિત કર્મચારીઓએ રેલ સંરક્ષા માં કોઈપણ ખામી જણાતાં તરત યોગ્ય પગલાં લઈ અકસ્માત અને સંભાવિત નુકસાનથી બચાવ કર્યો છે.
મંડળ રેલ પ્રબંધક જીતેન્દ્ર સિંહે આ સતર્ક અને સંરક્ષા રેલ કર્મચારીઓનું ઉત્સાહવર્ધન કર્યું. સિંહ જણાવ્યું હતું કે મુસાફરીની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેવ કર્મચારી પોતાની ફરજ દરમિયાન સજકતા અને સતર્કતા રાખે છે ત્યારે અમારી ટ્રેન સેવાની કામગીરી વધુ સલામત બને છે. અમને આ તમામ રેલ કર્મચારીઓ પર ગર્વ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે