આદિત્ય બિરલા સોલાર કંપની વિરુદ્ધ ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી.
પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) હારીજ તાલુકાના કાતરા ગામના ખેડૂતોએ આદિત્ય બિરલા રિન્યુબલ એનર્જી સોલાર પ્લાન્ટ કંપની વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે કંપનીએ તેમના જમીનનો ભાડે કાયદેસર ઉપયોગ ન કરી, સોલાર પ્રોજેક્ટ માટે ખોટી રીતે જમીન
આદિત્ય બિરલા સોલાર કંપની વિરુદ્ધ ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી.


આદિત્ય બિરલા સોલાર કંપની વિરુદ્ધ ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી.


પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) હારીજ તાલુકાના કાતરા ગામના ખેડૂતોએ આદિત્ય બિરલા રિન્યુબલ એનર્જી સોલાર પ્લાન્ટ કંપની વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે કંપનીએ તેમના જમીનનો ભાડે કાયદેસર ઉપયોગ ન કરી, સોલાર પ્રોજેક્ટ માટે ખોટી રીતે જમીન ભાડે લીધી અને ખેડૂતોને છેતરવા માટે ખોટા એગ્રીમેન્ટ કરાવ્યા.

ખોટા એગ્રીમેન્ટ હેઠળ, કંપનીએ 30 વર્ષ માટે ભાડે કરાર કરાવ્યા, પરંતુ માત્ર એક વર્ષનું ભાડું ચુકવ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કંપનીએ તેમનાં ધમકીઓથી તેમની જમીનમાં 33 કેવી એચડી કેબલ નાખી, પરંતુ કોઈ વળતર ચૂકવ્યું નથી.

કાતરા ગામના ખેડૂત અમિત ચૌધરીએ કહ્યું કે આ કંપનીએ મકર પરિપ્રેક્ષ્યથી 300 મેગાવોટ પાવર પ્લાન્ટ માટે જમીન ભાડે લીધી, પરંતુ જમીનને બિનખેતી માટે યોગ્ય બનાવ્યા વિના સરકારના નીતિ નિયમોને તોડી ભાડું લીધું છે.

વચેટિયાઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ગ્રાહકોને ધમકાવવાનો અને અન્યાયથી મૌન રહેવા માટે દબાણ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ સરકાર પાસેથી યોગ્ય વળતર અને ન્યાયની માંગણી કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલું ન લેવાતા હવે હાઈકોર્ટનો આશરો લીધો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande