ગીર સોમનાથ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) નજર ચૂકવી દુકાનના ટેબલના ખાનામાંથી ચોરી કરતી જૂનાગઢની મહિલા ત્રિપુટીને પોલીસે પકડી પાડી...
તાલાલા પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ પહેલા ટોબેકોની દુકાનમાં ચોરીની ફરિયાદ નોંધાય હતી...
ગીર સોમનાથ LCB એ તાલાલા મિલ પાસેથી આ મહિલાઓને રોકી તેમની પાસે રહેલ રોકડ રકમ વિશે પૂછતા સંતોષકારક જવાબ ન મળતા ભાંડો ફૂટ્યો...
સોનલબેન વાઘેલા, રસીલાબેન સોલંકી અને લલીતાબેન પરમાર નામની ત્રણ મહિલાઓને રૂ.70 હજારની રોકડ સાથે પોલીસે પકડી પાડી...
સોનલબેન વિરુદ્ધ વેરાવળ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ અગાઉ ગુન્હો નોંધાય ચૂક્યો છે...
મહિલા ત્રિપુટીને પકડી ક્રાઈમ બ્રાન્ચે તાલાલા પોલીસ સ્ટેશનનો ગુન્હો ઉકેલી લીધો...
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ