ગીર સોમનાથ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનાર ખાતે, જિલ્લાકક્ષાનો 'કિસાન સન્માન સમારોહ' યોજાયો પ્રાકૃતિક ખેતી સહિત અન્ય માળખાકિય સુવિધા માટે જિલ્લાના ૨૦ જેટલા ખેડૂતોને કુલ રૂ. ૮ લાખની સહાય આપવામાં આવી
ગીર સોમનાથ 24 ફેબ્રુઆરી (હિ.સ.) પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને કૃષિ વિભાગ, બિહાર સરકાર દ્વારા સંયુક્ત ઉપક્રમે ભાગલપુર બિહાર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યૂઅલ માધ્યમથી કિસાન સન્માન નિધિ યોજના અંત
ગીર સોમનાથ કીશાન સન્માન સમારો


ગીર સોમનાથ 24 ફેબ્રુઆરી (હિ.સ.)

પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને કૃષિ વિભાગ, બિહાર સરકાર દ્વારા સંયુક્ત ઉપક્રમે ભાગલપુર બિહાર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યૂઅલ માધ્યમથી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂ.૫૧.૪૧ લાખથી વધુ ખેડૂતોને રૂ.૧,૧૪૮ કરોડથી વધુની ૧૯માં હપ્તા સ્વરૂપે ડી.બી.ટી. મારફતે સહાયનો વિતરણ સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમની સમાનાંતર ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો 'કિસાન સન્માન સમારોહ'નો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનાર ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવોના હસ્તે ૨૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત-ઘનજીવામૃત બનાવવા તથા વિતરણ માટે તેમજ રોટાવેટર સાધનઅને પ્રાકૃતિક ખેતી સહિત અન્ય માળખાકિય સુવિધા માટે કુલ રૂ. ૮ લાખની સહાય આપવામાં આવી હતી.

ઉપસ્થિત સર્વેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યૂઅલ માધ્યમથી જિવંત પ્રસારણ નિહાળ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના મહાનુભાવોએ ૧૪ જેટલા કૃષિ વિષયક સ્ટોલની મુલાકાત લઈ અને ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી નાણાંકિય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. લાભાર્થી ખેડૂતો પીએમ-કિસાન પોર્ટલ પર તેમનું પેમેન્ટ સ્ટેટસ ચકાસી શકે છે. આ પોર્ટલ પર તેઓને બૅન્કનું નામ, એકાઉન્ટ કરી નંબર, વ્યવહારની તારીખ અને યુટીઆર નંબર જેવી વિગતો જોવા મળશે. ખેડૂતોને નાણાંકીય સુરક્ષા પૂરી પાડીને, રાજ્ય કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, આત્મા ડિરેક્ટર શ્રી પુષ્પકાંત સુવર્ણકાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande