સુરતના વેલંજામાં અજાણ્યા હુમલાખોરોએ તિક્ષ્ણ હથિયારથી રત્નકલાકારને ઘા મારીને હત્યા કરી
સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતના વેલંજા વિસ્તારમાં એક યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. યુવાન રત્નકલાકાર પોતાના મિત્રો સાથે બેઠો હતો. તે દરમિયાન અજાણ્યા ઈસમોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. સમગ્ર મામલે ઉતરાણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવ
murder


સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતના વેલંજા વિસ્તારમાં એક યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. યુવાન રત્નકલાકાર પોતાના મિત્રો સાથે બેઠો હતો. તે દરમિયાન અજાણ્યા ઈસમોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. સમગ્ર મામલે ઉતરાણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અંબા વિલા ગ્રાઉન્ડ ખાતે ખુલ્લા પ્લોટમાં બેસેલા પારસ વેકરીયાની હત્યા કરવામાં આવી હતી.અસામાજિક તત્ત્વો ચપ્પુ લઈને જાહેરમાં સોસાયટી પાસે બેસેલા ઈસમો પર હુમલો કરતા હોવાથી લોકોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે.

મૃતકના ભાઈ પ્રશાંતે કહ્યું કે, ગઈકાલે રાત્રે મારા પપ્પાના ફોનમાં રેસીડેન્સી વાળા લોકોનો ફોન આવ્યો અને કહ્યું કે તમે અહીં આવો પારસને વાગ્યું છે. જેથી અમે પરિવારના લોકો ભાગતા ભાગતા ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો મારો ભાઈ લોહીથી લથબથ હાલતમાં પડેલો હતો. જેથી મેં તેનું મોઢું જોવાનો પ્રયત્ન કર્યો અને તેની બોડીને હાથ લગાડ્યો ત્યારે તે ખૂબ જ ગંભીર રીતે પીડાયેલો હતો. મેં ઘટનાને લઇ તાત્કાલિક જ 108ને ફોન કર્યો, પરંતુ મેં જોયું ત્યારે એના શ્વાસ ચાલતા જ ન હતા.પારસ તેના મિત્રો સાથે બેઠો હતો અને અચાનક અજાણ્યા છથી સાત ઈસમો આવ્યા હતા અને ચપ્પુના ઘા મારવા લાગ્યા હતા. પારસના મોતને પગલે પરિવાર શોકમગ્ન છે. પરિવારે પોલીસ પાસે ન્યાયની માગ કરી છે.

ઉતરાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, પોલીસે આ ઘટનામાં ત્રણથી ચાર ઇસમોની અટકાયત પણ કરી છે. પારસની હત્યા શા માટે કરવામાં આવી અને હત્યાનું કારણ શું છે તે અંગે હવે પોલીસ તપાસમાં જ ખુલાસો થાય તેમ છે.મૃતક પારસ વેલંજામાં નંદની સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. 21 વર્ષીય પારસ મૂળ સાવરકુંડલા દેતડ ગામના છે. પરિવારમાં બે ભાઈ અને માતા-પિતા છે. પારસ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. માતાવાડીમાં કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દીકરાની હત્યા થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande