પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)
પાટણના પ્રસિદ્ધ પંચાસર જૈન મંદિરમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ દાનપેટી તોડીને અંદરથી 15,000 રૂપિયાની રોકડ રકમ ચોરી કરી હતી. આ અંગે જૈન દેરાસરના મેનેજરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને તસ્કરોને પકડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
આ ઘટના પછી સ્થાનિક જૈન સમુદાયમાં રોષની લાગણી ફેલાઈ છે. મંદિર સંચાલકોએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર