પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)
પાટણ એલસીબી પોલીસે 3 મોપેડ ચોરીના મામલાઓનો ભેદ ઉકેલો છે. પાટણના ઘીવટા વિસ્તારના ખીજડાના પાડામાં રહેતા 42 વર્ષીય દિપેન નિર્મળકુમાર શાહની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી કુલ રૂ. 60,000ના ત્રણ મોપેડ કબજે કરવામાં આવ્યા છે.
આરોપીએ દસેક મહિના પહેલા પાટણની વૃંદાવન સોસાયટીમાંથી સફેદ કલરનું એક્ટિવા (GJ24P1422), ત્રણ મહિના પહેલા ગાયત્રી મંદિર પાછળની સોસાયટીમાંથી કાળા કલરનું એક્ટિવા (GJ24F4113) અને દસ મહિના પહેલા સિધ્ધપુર બસ ડેપોમાંથી સફેદ કલરનું પ્લેઝર મોપેડ (GJ05KE4992) ચોર્યાં હતા.
પોલીસ ઈન્સપેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ, એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી અને બાતમીના આધારે પાટણના પ્રગતિ મેદાનમાંથી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે BNNS કલમ-35(1)E મુજબ આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ માટે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર