નવસારી, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-ધરમપુર ખાતે એનજીઓ વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી દ્વારા વાઈલ્ડ લાઈફને કેવી રીતે બચાવવી તેનું સંરક્ષણ કેવી રીતે કરવું તેમજ વાઈલ્ડ લાઈફ અંગેના કાયદાઓની માહિતી આપતા સેમિનારનું 45 વોલેન્ટિયર્સ માટે આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિવિધ કયદાકીય માહિતી પ્રદાન કરવામાં આવી હતી. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને WCC6ના વોલેન્ટીયર શૈલેશભાઈ પટેલ અને બિપીનભાઈ વકીલ દ્વારા વાઈલ્ડ લાઈફના કાયદા કાનુન અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં ટ્રસ્ટીશ્રી મુકેશભાઈ વાયડ, જયેશ પટેલ અને હિમેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે