પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)
વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળ દ્વારા સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે ભવ્ય બજરંગ દળના કાર્યકર્તાઓનો ત્રિશુલ દીક્ષા નો કાર્યક્રમ યોજાયો. જે કાર્યક્રમમાં સાધુ સંતો ના આશિર્વચન અને વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના ધર્મપ્રસાર વિભાગના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેન્દ્રભાઈ ભાવાણી નું ધારદાર વક્તવ્ય માં હિન્દુ સમાજમાં સામાજિક સમરસતા, સાધુ સંતોની સુરક્ષા, મંદિરોની સુરક્ષા અને હિન્દુ માનચિન્હોની સુરક્ષા વગેરે વિષય અંગેની વાત કરવામાં આવી અને સિદ્ધપુર ખાતે પ્રાચીન રુદ્રમહાલયના દર્શન હિન્દુ ધર્મના લોકો માટે ખુલ્લા મુકવામાં આવી તેવી માંગ કરવામાં આવી. અને આ ત્રિશુલ દીક્ષામાં 351 બજરંગ દળ ના કાર્યકર્તાઓ એ ત્રિશુલ દીક્ષા લીધી. અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તાલુકા, જિલ્લા અને વિભાગના અધિકારીઓ ની ઉપસ્થિતિ રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર