વાપી-સેલવાસ રોડ સુપર સ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટની કામગીરીના કારણે તા.9 જૂન સુધી બંધ રહેશે
વલસાડ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)- જિલ્લાના વાપી – સેલવાસ રોડ પાસેના ક્રોસીંગ બ્રીજ #663ના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટની કામગીરી માટે વાપી-સેલવાસ રોડને હંગામી ધોરણે બંધ કરી તા. 09-06-2025 સુધી આ માર્ગ તમામ વાહનોના અવરજવર માટે બંધ કરવા માટે અધિક જિલ્લા મેજ
વાપી-સેલવાસ રોડ સુપર સ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટની કામગીરીના કારણે તા.9 જૂન સુધી બંધ રહેશે


વલસાડ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)- જિલ્લાના વાપી – સેલવાસ રોડ પાસેના ક્રોસીંગ બ્રીજ #663ના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટની કામગીરી માટે વાપી-સેલવાસ રોડને હંગામી ધોરણે બંધ કરી તા. 09-06-2025 સુધી આ માર્ગ તમામ વાહનોના અવરજવર માટે બંધ કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વલસાડ એ. આર. જ્હાએ ગુજરાત પોલીસ અધિનિયમ – 1951(22માં) કલમ -33(1)(બી)થી મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડ્યું છે. આ સમય દરમિયાન વાપી-સેલવાસ વર્તમાન રોડની સમાંતર તૈયાર કરવામાં આવેલા ડાયવર્ઝન રૂટનો વાહન વ્યવહાર માટે ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ -131 મુજબ શિક્ષાને પાત્ર ગણાશે તેમજ વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓ ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande