પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમડતા શખ્સો ફરી મેદાને આવ્યા હોય તેમ રાણાવાવ શહેરમાં વમુન પ્રીમયર લીંગ મેચ પર જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને કુલ ત્રણ શખ્સો સામે ફરીયાદ નોંધવી છે.આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવ શહેરના ગોપાલપરા કમાણીએન્ટર પ્રાઇજ દુકાન સામે રોડ પર ક્રિકેટ મેચ પર હાર-જીતનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસ દરોડો પાડયો હતો અને સદામ આમદભાઈ જોખીયા નામના શખ્સને ઝડપી લીઘો હતો આ શખ્સ ટાટા વમુન પ્રીમયર લીગ - 2025 ની દિલ્લી કેપીટલ વમુન્સ અને ગુજરાત જાયન્ટસ વમુન ટીમો વચ્ચેટી-20 કિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન હાર-જીતના કિકેટ સટ્ટા બેટીંગના સોદાઓ કરી નાણાની હારજીત કરી
પાછળથી હવાલા દ્વારા નાણાની આપ-લે કરતો હતો પોલીસે દરોડા દરમ્યાન ફોન નગં -01.
રૂા. 10,000/- તથા રોકડા રૂા. 70/- સાથે મળી કુલ રૂા. 10,070/-નો મુદામાલ કબ્જે કર્યો હતો આ શખ્સ સર્જય કરશનભાઈ ચાવડા રે.મોટા કાલાવાડ જી.જામનગર અને કરશન જોધાભાઈ ખવા રે.સણોસરી ગામ તા.લાલપુરના આઇડી પર જુગાર રમાડતો હતો રાણાવાવ પોલીસે ત્રણે શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે .
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya