સુરતમાં નશામાં ધૂત નબીરાની કારે 2 લોકોને ટક્કર મારી
સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.)–સુરતમાં મોટા વરાછા ઉતરાણ પાવર હાઉર પાસે મૂન ગાર્ડનની સામે નશાની ધૂતમાં નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં મહિલા સહિત 2ને ઉડાવ્યા હતાં. જેથી મહિલા અર્ધ બેભાન થઈ ગઈ હતી. હિરેન ખૂંટ નામના નબીરાએ નશાની ધૂતમાં અકસ્માત સર્જ્યો હતો
Accident


સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.)–સુરતમાં મોટા વરાછા ઉતરાણ પાવર હાઉર પાસે મૂન ગાર્ડનની સામે નશાની ધૂતમાં નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં મહિલા સહિત 2ને ઉડાવ્યા હતાં. જેથી મહિલા અર્ધ બેભાન થઈ ગઈ હતી. હિરેન ખૂંટ નામના નબીરાએ નશાની ધૂતમાં અકસ્માત સર્જ્યો હતો. લોકોએ મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. ઉતરાણ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પોલીસે અકસ્માતને લઈને કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande