- હિન્દુ શાસ્ત્રો અને દેશના ઉજ્જવળ ઇતિહાસની કથા દ્વારા નિર્વ્યસની, સંસ્કારી અને આદર્શ સમાજના નિર્માણનો રાષ્ટ્ર કથાનો કાર્ય ઉદ્દેશ
અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના નિકોલ ખાતે યોજાયેલી રાષ્ટ્ર કથામાં ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સત્ ધામ દ્વારા પ્રથમ વખત સાત દિવસીય રાષ્ટ્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રીએ પોથીના દર્શન કરીને સત્શ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ તથા અમરાઈવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સૌને સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત, શિક્ષિત ભારત-વિકસિત ભારત, હરિયાળુ ભારત-રળિયામણુ
ભારત અને યોગી ભારત-નિરોગી ભારત બનાવવાની પ્રેરણા આપવાનો રાષ્ટ્ર કથાનો ઉદ્દેશ છે.
હિન્દુ શાસ્ત્રોની કથા દ્વારા નિર્વ્યસની, સંસ્કારી અને આદર્શ સમાજના નિર્માણનો આ રાષ્ટ્ર કથાનો
કાર્ય ઉદ્દેશ છે.આ રાષ્ટ્ર કથા દ્વારા દેશના ઈતિહાસમાં અમર બનેલા પ્રસંગો, મહાન રાજા રજવાડાઓ અને વીર સપૂતોના બલિદાનોથી લોકોને અવગત કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્ર કથાની શરૂઆત દરરોજ રાષ્ટ્રગાનથી કરવામાં આવે છે.
દેશભક્તિના ગીતો તેમજ આઝાદી માટે શહીદ થયેલા શૂરવિરોના જીવન પરના નાટકો પણ
પ્રસ્તુત કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ