મહાશિવરાત્રી ના પર્વ પર ભક્તોનું ઘોડાપુર.
પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સુદામનગરી પોરબંદરમાં મહા શિવરાત્રીના મહાપર્વને લઇ શિવ ભકિતની હેલી જોવા મળી હતી સવારના સમયે શિવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પુજા-અર્ચના કરવા માટે ઉમટી પડયા હતા શિવજીને જલ-દુધ અને બિલ્વપત્ર અર્પણ કરી અને પુજા-અર
Crowds of devotees on the occasion of Mahashivaratri.


Crowds of devotees on the occasion of Mahashivaratri.


Crowds of devotees on the occasion of Mahashivaratri.


પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સુદામનગરી પોરબંદરમાં મહા શિવરાત્રીના મહાપર્વને લઇ શિવ ભકિતની હેલી જોવા મળી હતી સવારના સમયે શિવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પુજા-અર્ચના કરવા માટે ઉમટી પડયા હતા શિવજીને જલ-દુધ અને બિલ્વપત્ર અર્પણ કરી અને પુજા-અર્ચના કરી હતી તો સાંજના સમયે શહેરના કેદારેશ્વર, ભાવેશ્વર, ભુતનાથ અને જડેશ્વર, દુઘેશ્વર સહિતના શિવ મંદિર ખાતે શિવજીના વિવિધ સ્વરૂપના દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ છે .છાયા વિસ્તારમાં આવેલા ચાડેશ્વર, ધીગેશ્વર મહાદેવના મંદિરે આજે મેળા જેવો માહોલ જોવા મળશે તો જડેશ્વર મહાદેવ મંદિરે મહાકાલ દર્શનની સાથે 2551 લાડુ મહાકાલ બાબાને અર્પણ કરવામાં આવશે : સંધ્યા આરતી સાંજે 7 કલાકે : મહાઆરતી રાત્રે 12 કલાકે : રાત્રે 12 વાગ્યાની મહાઆરતી બાદ લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રીના પાવન દિવસ નિમિતે સાંજના સમયે શિવ પરિવારના દર્શનનું આયોજન : તેમજ 6:30 કલાકે મહાપ્રસાદી તથા રાત્રીના 12 કલાકે મહાઆરતી આયોજન તેમજ ગોપનાથ મહાદેવના મંદિરે બાર જયોર્તિલીગની પુજા અર્ચનાનુ આયોજન કરવામાં આવ્યુ છે. .પોરબંદરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ઓમકાલેશ્વર મહાદેવ મંદિરે 12 જ્યોતિલિંગના ભવ્ય દર્શન: દર્શને આવતા ભક્તો માટે ચા તથા ભાંગના પ્રસાદ : સાંજના 7 : 30 કલાક આરતી : રાત્રીના 12 કલાકે સંગીત સાથે મહાઆરતી યોજાઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande