પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળાએ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું. આ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.પ્રવાસના પહેલો હિસ્સો મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતથી શરૂ થયો, જ્યાં તેમને મંદિરના ઐતિહાસિક મહત્વ વિશે માહિતી આપવામાં આવી. પછી, બાળકોને પાટડી ખાતેના મીની પોઈચાની મુલાકાત આપી, જ્યાં તેઓએ રાઈડ્સનો આનંદ લીધો અને પ્રદર્શન જોયું.
બપોરે પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું, જેમાં દાળ-ભાત, શાક-પુરી, કાલાજામ, પાપડ, છાશ અને સલાડ શામેલ હતા. ત્યારબાદ, પીપળીધામ ખાતે રામદેવપીરના દર્શન થયા, જેના પછી દરેક વિદ્યાર્થી અને શાળા પરિવાર ધન્યતા અનુભવી. રાત્રે હળવું ભોજન લીધા બાદ બાળકોને સુરક્ષિત રીતે ભાટસણ પરત લાવવામાં આવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર