પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ શહેરમાં મહાશિવરાત્રિની ઉજવણી ધમધમાટ સાથે થઈ રહી છે. સવારના પાંચ વાગ્યાથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. શિવભક્તો શિવજીનો અભિષેક કરવા માટે બિલીપત્ર, દૂધ, દહીં અને પંચામૃતનો ઉપયોગ કરી રહ્યા છે.
શહેરના સિદ્ધનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજન-અર્ચન બાદ ધ્વજારોહણ કરાયું. મધ્યરાત્રિએ પંચવક્ર પૂજા અને 108 મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે કોટેશ્વર અને બગેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી.
આનંદેશ્વર મહાદેવ મંદિરે બપોરે 1 વાગ્યે શિવજીની વિશેષ આંગી દર્શન કરાવ્યા અને સાંજે 4:30 વાગ્યે પાલખીયાત્રાનો આયોજન કરાયું. રાત્રે 8:30 વાગ્યે ભજન સંધ્યાનું આયોજન અને મંદિરના અંદર અનેક શ્રદ્ધાળુ મંત્રો સાથે 'હર હર મહાદેવ'નો નાદ કરવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર