જય એકલિંગજી... હર હર મહાદેવ નો ગગનભેદી નાદ ગુંજયો... અત્ર-તત્ર-સર્વત્ર ભક્તિમય માહોલ સર્જાયો...
મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારસોલીમાં શ્રી એકલિંગજી મંદિરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ધામધુમપુર્વક ભકિતભાવ સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી...મહાશિવરાત્રીના પવિત્ર પાવન પર્વ નિમિત્તે આજે વહેલી સ
Jai Eklingji... The sky-shaking sound of Har Har Mahadev echoed... A devotional atmosphere was created here and there and everywhere...


મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારસોલીમાં શ્રી એકલિંગજી મંદિરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ધામધુમપુર્વક ભકિતભાવ સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી...મહાશિવરાત્રીના પવિત્ર પાવન પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી હજજારો દર્શનાર્થીઓ ઉમટયા હતા.શ્રધ્ધાળુ ભાવિક ભક્તોએ નારસોલીમાં શ્રી એકલિંગજી નાથ પ્રભુના નવનિર્મિત આબેહુબ મંદિરમાં દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.નારસોલી ગામમાં શ્રી એકલિંગજી મંદિર પરિસરમાં આજે રાત્રે 8 કલાકે ભજન-કીર્તન સહિત ધાર્મિક કાર્યક્રમ રાખેલ છે.નારસોલીમાં શ્રી એકલિંગજી મંદિર આજે રાત્રે 11 વાગ્યા સુધી શરૂ રહેશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.શ્રી એકલિંગજી ટ્રસ્ટ, નારસોલી, ટ્રસ્ટીગણ, મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભિલોડા, નારણપુર-નારસોલી સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોના દુર-દુરથી આવેલ સેવાભાવી ભાવિક ભકતો, કર્મઠ સેવકોએ દુધનો અભિષેક કર્યો, બિલીપત્ર, ફુલહાર ચઠાવી, શંખનાદ કર્યો, આરતી, પુજન, અર્ચન કરીને પ્રસાદ ધરાવ્યો હતો.મહાશિવરાત્રીના પવિત્ર પાવન પર્વ નિમિત્તે આજે ખજુર, સીંગ-દાણા, સાકરીયા, પેડાં, ઠંડાઈ, ચા, કોફી સહિત વિવિધ ચીજ-વસ્તુઓ નું પ્રસાદ રૂપે વિતરણ થઈ રહ્યું છે.હજજારો ભાવિક ભક્તોમાં અનેરો આનંદ, ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande