કમલાબાગ પોલીસે ગણતરી ની કલાકોમાં લૂંટરાઓને ઝડપી પાડ્યા.
પોરબંદર,26 ફેબ્રુઆરી (હિ.સ.) ગાંધીભૂમિ પોરબંદરમાં મંગળવારે ધોળા દિવસે દાગીનાની લુંટની ધટના બનતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો શહેરના ટ્રાફિકથી ધમધમતા એસટી રોડ હોટેલ લીલાસ નજીક દાગીનાની લુંટની ઘટના બનતા કમલાબાગ પોલીસ પણ દોડતી થઈ હતી અને આરોપીઓને પક
Kamalbagh police caught the robbers within hours.


Kamalbagh police caught the robbers within hours.


પોરબંદર,26 ફેબ્રુઆરી (હિ.સ.) ગાંધીભૂમિ પોરબંદરમાં મંગળવારે ધોળા દિવસે દાગીનાની લુંટની ધટના બનતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો શહેરના ટ્રાફિકથી ધમધમતા એસટી રોડ હોટેલ લીલાસ નજીક દાગીનાની લુંટની ઘટના બનતા કમલાબાગ પોલીસ પણ દોડતી થઈ હતી અને આરોપીઓને પકડી પાડવા દોડધામ કરતા મોડી સાંજના સમયે આરીપી ઝડપી લીધા હતા.કમલાબાગ પોલીસ સ્ટેશનમાં રાણીબેન ભુપતભાઈ ખુંટી ઇસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધાઇ હતી જેમાં જણાવ્યુ કે, જેઓ હોટલ લીલાસ ની બાજુમાં આવેલ ગલીમાં થી રોડ પર થી પસાર થતા હોય તે દરમ્યાન એક ઇસમ જેનુ નામ રતન પ્રેમાભાઈ રાઠોડ ફરીયાદી બહેનની પાસે આવી અને નોટોનુ એક બંડલ બતાવી કહેલ કે મે મારા શેઠના ત્યાં આ ચોરી કરી હોવાથી મને કાઢી મુકેલ છે એમ વાત કરતા ફરીને પાસે અન્ય બે પુરૂષ ઇસમો તથા એક મહીલા આવી ઘેરી લીધેલ અને ધામકાવી રાણીબેનના ગળામાંથી સોનાનો દોરો કિ રૂ. 1,40,000 જે આરોપી મીનાબેન રામાભાઈ સલાટએ કાઢી લીધેલ તથા બુટી નંગ-2 જેની કિ.30,000 જેમાં એક બાજુના કાનમાંથી એક બુટી આરોપી જશવંત જીતુભાઈ સલાટએ તથા બીજા કાનમાંથી એક બુટી આરોપી કૈલાશ પ્રેમાભાઈ રાઠોડ મળી કાઢી લીધેલ તથા રોકડા રૂ.500 મળી 1,70,500 ની મતા સંગઠીત થઈ ધમકી આપી લુંટી લઇ જઇ રીક્ષામાં બેસી ભાગી ગયેલ હતા.

આ ગુન્હામા ગંભીરતા ધ્યાને લઈ કમલાબાગ પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર આર.સી.કાનમિયાએ ગૂન્હાની ગંભીરતાને જોતા ત્રણ ટીમો બનાવામાં આવી જેમાં પો.ઈન્સ. એસ.આર.ચૌધરી તથા પો.હેડ કોન્સ. સી.જી.મોઢવાડીયા તથા એસ.એમ.જાંબુચા તથા એસ.એ.બકોત્રા તથા પો.કોન્સ. વિજય ખીમાભાઇ તથા વુ,પો.કોન્સ. દક્ષાબેન ગીજુભાઇ તથા ,પો.સબ.ઈન્સ. એ.બી.દેસાઈ તથા પો.હેડ કોન્સ. આર.પી.મકવાણા તથા એન.ટી.ભટ્ટ તથા બી.પી. માળીયા તથા સુરેશ કીશાભાઈ તથા સાજન રામશીભાઇ, પો.સબ ઇન્સ. આર.ડી.નિનામાં તથા એ.એસ. આઈ સી.એસ.તમખાને તથા પો.કોન્સ. અરવિંદ કરશનભાઈ વગેરે ટીમને સોંપવામાં આવી હતી કામગીરી લગત શંકાદસ્પદ વાહન/માણસો ચેક તથા ગુન્હાના આરોપી,ચોર મુદામાલ બાબતે વોચ,તપાસ પેટ્રોલીંગ તથા સીસીટીવી કેમેરા ચેક તથા નાકાબંધી વિગેરે આરોપીઓ પકડવા જુદા જુદા કામે સત્વરે લાગી ગયેલ આ દરમ્યાન સર્વેલન્સ પો.સ્ટાફ પો.હેડ કોન્સ એન.ટી.ભટ્ટ તથા પો.કોન્સ. સુરેશ કીશાભાઇ તથા સાજન રામશીભાઈ તથા પો.હેડ કોન્સ. આર.પી. મકવાણાની બાતમી આધારે પોરબંદરથી લુંટ કરી રીક્ષામાં બેસી જુનાગઢ તરફ ભાગી જનાર છે જે પેરેડાઈઝ ફુવારા તરફ આવતી રીક્ષામાં બેસી પસાર થનાર હોય તેવી ચોક્કસ બાતમી આધારે પેરેડાઈઝ ફુવારા પાસે કોર્ડન કરી ત્રણ પુરૂષ એક મહિલાને એમ ચારેય ઇસમોને તાત્કાલીક પેરેડાઇઝ ફુવારા ખાતેથી હસ્તગત કરી કમલાબાગ પો.સ્ટે. ખાતે લાવી પુછપરછ કરતા આરોપીએ કરેલાની ગૂન્હાની કબુલાત આપતા ચોરીમાં ગયેલ અસલ મુદામાલ સાથે પકડી પાડી ઉપરોકત અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરવામાં આવેલ.છે તેમજ કબ્જે કરેલ સોનાના બે બુટીયા જેનુ વજન ૩ ગ્રામ 750 મિ.લી. જેની કિંમત રૂપીયા આશરે 30,000, સોનાની ચેઇન વજન આશરે 24 ગ્રામ 900 મિ.લી.જેની કિંમત આશરે 1,40,000 રોકડ રૂ.500 મુદામાલ કબ્જે કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande