મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ, બિહાર સરકાર દ્વારા સંયુક્ત રીતે બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચુઅલ ઉપસ્થિતિમા પીએમ કિસાન સમ્માન નિધિ' યોજનાનો 19 મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામા જમા કરવા કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. જે અંતર્ગત સાબરકાંઠામા સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમા જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો. બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં દેશના 9.80 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને 22000 કરોડથી વધુની રકમનો પી એમ કિસાન સન્માન નીધી યોજનાનો 19 મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂતોને રૂ.1148 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં સાબરકાંઠામા કુલ 1.96 લાખથી વધુ લાભાર્થીઓને 39 કરોડથી વધુનો લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્રારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત બનાવવા માટે ખેડૂતો, મહિલાઓ, યુવાનો સહિત માટે વિવિધ યોજનાઓ અમલી છે. ખેડૂતોએ સમૃદ્ધ કરવા તથા ખેડૂતોના હિત માટે કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે. જેનો લાભ જિલ્લા સહિત દેશના ખેડૂતમિત્રો લઇ રહ્યા છે. કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીપટેલે જણાવ્યું હતું કે આજે દેશ કૃષિક્ષેત્રે અવરિત વિકાસ સાધી રહ્યો છે.આજે બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિમા પીએમ કિસાન સમ્માન નિધિ' યોજનાનો ૧૯મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામા જમા કરવામા આવ્યો છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતલાભાર્થીઓને સીધા બેંક ખાતા મારફતે લાભ આપવામાં આવ્યો છે. ખેડૂતોની આર્થિક સદ્ધરતા માટે સરકાર આવનવા પ્રયાસો કરી રહી છે. રાજય કક્ષાએથી મુખ્યમંત્રી ના વરદ હસ્તે કૃષિ ભવન, ગાંધીનગર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ 'કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઇ- લોકાર્પણ તથા ટેકાના ભાવે તુવેર ખરીદી માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાના કાર્યક્રમમા મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા ઉપસ્થિત સૌ કોઈએ બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજય કક્ષાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ