નલધરી શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે, મહાશિવરાત્રીનું પૂજન,અર્ચન, યજ્ઞ અને દર્શન થયા
મહાશિવરાત્રીના બ્રહ્મ મુહૂર્તમાં ઘીમાંથી કમળ અને શિવલિંગ બનાવ્યું હતું શિવજી,લક્ષ્મીજી ,વિશ્વ શાંતિ તેમજ ગ્રહોની ખરાબ અસર ના થાય તેના માટે મહાયજ્ઞમા યજમાનોએ આહુતિઓ આપી ભરૂચ 26 ફેબ્રુઆરી (હિ.સ.) વાલિયા તાલુકાના નલધરી ગામે આવેલ શ્રી
નલધરી શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનું પૂજન,અર્ચન, યજ્ઞ અને દર્શન થયા

મહાશિવરાત્રીના બ્રહ્મ મુહૂર્તમાં ઘીમાંથી કમળ અને શિવલિંગ બનાવ્યું હતું

શિવજી,લક્ષ્મીજી ,વિશ્વ શાંતિ તેમજ ગ્રહોની ખરાબ અસર ના થાય તેના માટે મહાયજ્ઞમા યજમાનોએ આહુતિઓ આપી

ભરૂચ 26 ફેબ્રુઆરી (હિ.સ.)

વાલિયા તાલુકાના નલધરી ગામે આવેલ શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઘીમાંથી કમળ અને શિવલિંગ બનાવ્યું હતું.જેના દર્શન કરવા ભોલેનાથના ભક્તોએ વહેલી સવારથી જ કતાર લગાવી દર્શન કરી પાવન થયા હતા .ત્યારબાદ બપોરે શિવજી,લક્ષ્મીજી ,વિશ્વ શાંતિ તેમજ ગ્રહોની ખરાબ અસર ના થાય તેના માટે મહાયજ્ઞમાં ભૂદેવે મંત્રોચ્ચાર કરી તેની સાથે આહુતિઓ યજમાનોએ આપી હતી.દિવસ દરમિયાન ભક્તોની ભીડ રહી હતી અને મહાપ્રસાદની વ્યવસ્થા પૂજારી નીતેશ મહારાજએ કરી હતી.સાથે સાથે છેલ્લા 40 વર્ષથી મંદિરના પ્રાંગણમાં મેળો પણ ભરાય છે જેમાં આજુબાજુના લોકો ખૂબ મોટી માત્રામાં ખરીદી કરી મજા લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande