પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)
પોરબંદર મા રાજાશાહી વખત મા નિમાર્ણાધીન ભોજશ્વર મહાદેવ ના મંદીર ને 200 વર્ષ પુરા થયા છે. ભોજશ્વર પ્લોટ મા આવેલા ભોજશ્વર મહાદેવ નુ મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થા ના કેન્દ્ર સામાન છે.મંદિરના પૂજારી ઉપેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે, પોરબંદર સ્ટેટના મહારાજા વિક્રમાતસિંહજી (ભોજરાજસિંહજી) એ શિવાલયમાં ભગવાન શિવજી તથા માતા પાર્વતીજી માટે સવા કિલો વજનના સોનાના દાગીના બનાવડાવ્યા હતા. અને તેઓના હસ્તે શિવરાત્રી તથા શ્રાવણ માસમાં દાગીના ભગવાન શંકરને ચડાવવામાં આવતા હતા. અને ત્યારથી આ પરંપરા હજુ પણ શિવરાત્રીના દિવસે યથાવત રહી છે.આજે મહાશિવરાત્રિના દિવસે મહાદેવને સોનાના દાગીના ના શણગાર થયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સોનાના દાગીનાના શણગારના દર્શન યોજાયા હતા. ગુજરાતમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા બાદ પોરબંદરના ભોજેશ્વર મંદિરમાં ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોના ચાંદીનો શણગાર ચઢાવવામાં આવે છે..
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya