પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.)
પાટણ એલસીબી પોલીસે વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારના લીમગામડા ગામની સીમમાંથી વીજ વાયર ચોરી કરતી ગેંગને ઝડપવા માંડી છે. આ કાર્યવાહી બાતમીના આધારે કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી ગામના કોતરવાડીયાવાસના અતુલજી ચતરાજી ઠાકોર અને તેમના સાથીદારો રાજેશજી રમેશજી ઠાકોર, અલ્પેશજી ઠાકોર અને દિનેશભાઈ અરજણભાઈ ભરવાડનો સમાવેશ થાય છે.
આરોપીઓ પાસેથી ચોરી કરેલા 180 કિલો એલ્યુમિનિયમ વાયર મળી આવ્યા છે, જેની કિંમત રૂ. 36,000 છે. આ ચોરી જીઈબીની નવી વીજ લાઈનમાંથી કરવામાં આવી હતી. તેમજ, ચોરીમાં વપરાયેલી ઈકો ગાડી (કિંમત રૂ. 3 લાખ) અને એક મોટરસાઈકલ (કિંમત રૂ. 25,000) પણ જપ્ત કરાઈ છે.
કુલ મોડી જપ્ત કરેલા મુદ્દામાલની કિંમત રૂ. 3.61 લાખ થાય છે. તમામ આરોપીઓની ધરપકડ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(ઇ) હેઠળ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે વારાહી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર