વડોદરા/અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ તેમના ચાર દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. વડોદરા એરપોર્ટ ઉપર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિને આવકાર્યા.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ તેમના ચાર દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. દેશની અંખડિતાના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિહાળવા એકતાનગર જઇ રહેલા રાષ્ટ્રપતિએ વડોદરા એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું. જ્યાં તેમને ઉષ્માસભર આવકાર આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિઆજે બપોર બાદ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અને અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર પિંકી સોની, સાંસદ ડો. હેમાંગ જોશી, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, બ્રિગેડિયર સુરેશ એસ. અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો હતો. આ બાદ રાષ્ટ્રપતિ અને મહાનુભાવો એકતાનગર જવા માટે રવાના થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ