જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓએ, સેનાના વાહન પર ગોળીબાર બાદ, સર્ચ ઓપરેશન ચાલુ છે.
રાજૌરી, નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) બુધવારે રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેના એક ગામમાં, શંકાસ્પદ આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. જોકે, સુંદરબની સેક્ટરના ફાલ ગામ નજીક થયેલ સંક્ષિપ્ત ગોળીબારમાં કોઈ જાનહ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓએ, સેનાના વાહન પર ગોળીબાર બાદ, સર્ચ ઓપરેશન ચાલુ છે.


રાજૌરી, નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.)

બુધવારે રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેના એક ગામમાં, શંકાસ્પદ આતંકવાદીઓએ

સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. જોકે, સુંદરબની સેક્ટરના ફાલ ગામ નજીક થયેલ સંક્ષિપ્ત ગોળીબારમાં

કોઈ જાનહાનિ થઈ નથી, એમ અધિકારીઓએ

જણાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ આ

વિસ્તારમાંથી પસાર થઈ રહેલા સેનાના વાહન પર થોડા રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” સૈનિકોએ વળતો જવાબ આપ્યો હતો

અને આતંકવાદીઓને બેઅસર કરવા માટે, વધારાના દળો મોકલવામાં આવ્યા છે. વિસ્તારમાં

સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.”

બીજા એક ઘટનાક્રમમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે,” મંગળવાર અને બુધવારની રાત્રે

જમ્મુના અખનૂર સેક્ટરના કિરી બટ્ટલ વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ હિલચાલ

જોયા બાદ સેનાના જવાનોએ ગોળીબાર કર્યો હતો.”

તેમણે કહ્યું કે,” આજે સવારે એક વિશાળ

શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે અંતિમ અહેવાલ મળે ત્યાં સુધી ચાલુ હતી.”

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande