નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ (એડબ્લ્યુબીઆઈ) ગુરુવારે (27 ફેબ્રુઆરી)
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પશુ મિત્ર અને પ્રાણી દયા પુરસ્કાર સમારોહનું આયોજન
કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે, કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી, પ્રો. એસપી સિંહ
બઘેલ અને જ્યોર્જ કુરિયન હાજર રહેશે.
આ પહેલનો ઉદ્દેશ્ય પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં તેમના
નોંધપાત્ર યોગદાન બદલ ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંગઠનોને ઓળખવાનો છે. આ તહેવારનો
મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જીવંત પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણાનું સન્માન કરવાનો અને
પ્રોત્સાહન આપવાનો છે તેમજ નાગરિકોમાં જીવંત પ્રાણીઓ સાથે માનવીય વર્તન કરવા માટે
જાગૃતિ લાવવાનો છે.
આ પુરસ્કારો બે મુખ્ય શ્રેણીઓમાં આપવામાં આવશે: પ્રાણી
મિત્ર પુરસ્કાર અને જીવ દયા પુરસ્કાર. પ્રણી મિત્ર પુરસ્કારો પાંચ પેટા-શ્રેણીઓમાં
આપવામાં આવશે જેમ કે સંરક્ષણ અર્થાત રક્ષા (વ્યક્તિગત), નવીન વિચાર
(વ્યક્તિગત), પ્રાણીઓ માટે
આજીવન સેવા (વ્યક્તિગત), તેમજ પ્રાણી
કલ્યાણ સંસ્થાઓ અને કોર્પોરેટ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સરકારી સંસ્થાઓ અથવા સહકારી મંડળીઓ માટે બે-બે
પુરસ્કારો આપવામાં આવશે. જીવ દયા પુરસ્કારો ત્રણ પેટા શ્રેણીઓમાં આપવામાં આવશે:
વ્યક્તિગત, પશુ કલ્યાણ સંગઠનો
અને કોર્પોરેટઅને વિદ્યાલય,સંસ્થાન, શિક્ષક અથવા બાળક.
આ કાર્યક્રમમાં પશુપાલન વિભાગના સચિવ અલકા ઉપાધ્યાય, પશુપાલન કમિશનર
અને એડબ્લ્યુબીઆઈપ્રમુખ ડૉ.
અભિજીત મિત્રા, રાજ્ય પશુ કલ્યાણ
બોર્ડ, જિલ્લા પશુ
ક્રૂરતા નિવારણ સોસાયટી (એસપીસીએ), ગૌ સેવા આયોગ, પશુ પ્રેમીઓ, પશુ કલ્યાણ સંગઠન વગેરેના પ્રતિનિધિઓ હાજર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ