પ્રધાનમંત્રીએ ગુજરાતી કવિ અનિલ જોશીના, નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે, પ્રખ્યાત ગુજરાતી કવિ અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો. અનિલ જોશીનું આજે મુંબઈમાં અવસાન થયું. તેઓ 84 વર્ષના હતા. તેમના નિધનથી સાહિત્ય જગતમાં શોકનું મો
કવી


નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે,

પ્રખ્યાત ગુજરાતી કવિ અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો. અનિલ જોશીનું આજે

મુંબઈમાં અવસાન થયું. તેઓ 84 વર્ષના હતા. તેમના નિધનથી સાહિત્ય જગતમાં શોકનું

મોજું ફરી વળ્યું છે.

ગુજરાતી ભાષામાં જારી કરાયેલા તેમના શોક સંદેશમાં, પ્રધાનમંત્રી

મોદીએ લખ્યું, “ગુજરાતી

સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોશીના નિધન વિશે સાંભળીને, મને દુઃખ થયું છે. આધુનિક

ગુજરાતી સાહિત્યમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. આ દુઃખદ ઘડીમાં

દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના અને શોકગ્રસ્ત પરિવાર અને સાહિત્ય પ્રેમીઓ

પ્રત્યે સંવેદના.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande