બાયડ ઝોનની દૂધ મંડળીઓ ની ઝોનલ મીટિંગ સહકારી જીન સાઠંબા (બાયડ) ખાતે યોજાઈ.
મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સાબર ડેરી અને અમૂલ ફેડરેશન ના સહયોગથી દૂધ દિવસની ઉજવણી પ્રસંગે બાયડ ઝોનની દૂધ મંડળીઓ ની ઝોનલ મીટિંગ સાબર ડેરી અને અમૂલ ફેડરેશન ના ચેરમેન શામળપટેલ ના અધ્યક્ષ સ્થાને સહકારી જીન સાઠંબા (બાયડ) ખાતે યોજાઈ. ક
The zonal meeting of the milk societies of the Bayad zone was held at Sahakari Jin Sathamba (Bayad) under the chairmanship of Shamalbhai Patel, Chairman of Sabur Dairy and Amul Federation.


મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સાબર ડેરી અને અમૂલ ફેડરેશન ના સહયોગથી દૂધ દિવસની ઉજવણી પ્રસંગે બાયડ ઝોનની દૂધ મંડળીઓ ની ઝોનલ મીટિંગ સાબર ડેરી અને અમૂલ ફેડરેશન ના ચેરમેન શામળપટેલ ના અધ્યક્ષ સ્થાને સહકારી જીન સાઠંબા (બાયડ) ખાતે યોજાઈ. કાર્યક્રમમાં સાબર ડેરીના ડિરેક્ટર સુભાષ પટેલ, માજી.ડિરેક્ટર દોલતસિંહ , જિલ્લા પંચાયત સભ્ય જીતુભાઈ,પ્રમુખ બાયડ કડવા પાટીદાર નરેન્દ્ર પટેલ ,માજી.તાલુકા પ્રમુખ મનહરભાઈ,સામાજિક આગેવન બાલુકાકા , સાબર ડેરીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મંડળીઓના ચેરમેન , સેક્રેટરી અને પ્રગતિશીલ મહિલા દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતાકાર્યક્રમ અંતર્ગત અધિકારીઓએ સંઘ તથા સરકાર ની યોજનાઓ, સાબર ડેરી ના દૂધ ઉત્પાદકો લક્ષી આયોજન, નવીન ઉત્પાદન, આધુનિક અને વૈજ્ઞાનિક પશુપાલન હેતુ પશુ પોષણ, પશુ સંવર્ધન અને પશુ આરોગ્ય બાબતે માર્ગદર્શન આપ્યું હતું ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા દૂધ વ્યવસાય ના વિકાસ માટે ખુલ્લા મંચ થી વિવિધ સૂચન અને પ્રતિભાવ આપવામાં આવ્યા હતા તે બાબતે સાબરડેરીના અધિકારી દ્વારા વિસ્તાર થી સાબર ડેરીની પ્રગતિ, નવા આયોજન બાબતે અને મંડળીઓ ઉપર અમૂલ પાર્લર લગાવવા તથા સભાસદો ને યોજનાઓ નો લાભ આપવા આગ્રહ કર્યો હતોકાર્યક્રમ ના અધ્યક્ષ એવા ચેરમેન શામળ પટેલ દ્વારા દૂધ વ્યવસાયમાં ગણતરી રાખી કરકસર પૂર્વક ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન લેવા સારી ઓલાદની ગાયો અને ભેંસો રાખવા આગ્રહ કર્યો હતો અને દૂધ ઉત્પાદન વધારવા સંઘ ૫ ગાયો માટે વ્યક્તિગત 4 લાખના ધિરાણની યોજના અમલમાં મૂકી છે તેનો અને સંઘ તથા સરકાર ની યોજનાઓ નો લાભ આપવા સૂચન કર્યું હતું સાથે સાથે સંઘ દ્વારા દૂધ મંડળીઓને શ્રેષ્ઠ ગુણવત્તા નું કરિયાણું, નમકીન ઓર્ગેનિક ઉત્પાદન, ડેરી ઉત્પાદનો વેચાણ કરી આવકમાં વધારો થાય એવા આયોજન કરવા આગ્રહ કર્યો હતો

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande