સરહદ પર બીએસએફ એ, પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો
ચંડીગઢ, નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) ભારત-પાકિસ્તાન સરહદ પર પઠાણકોટ સેક્ટરમાં બીએસએફ એ, એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો છે. આ યુવાન પઠાણકોટ થઈને ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના બાદ, બીએસએફ એ, બુધવારે સવારે પંજાબ પોલીસ સા
સરહદ પર બીએસએફ એ, પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો


ચંડીગઢ, નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) ભારત-પાકિસ્તાન સરહદ પર પઠાણકોટ સેક્ટરમાં બીએસએફ એ, એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો છે. આ યુવાન પઠાણકોટ થઈને ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના બાદ, બીએસએફ એ, બુધવારે સવારે પંજાબ પોલીસ સાથે મળીને સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

માહિતી અનુસાર, બુધવારે વહેલી સવારે, તાશપતન સરહદ ચોકી પર તૈનાત સૈનિકોએ સરહદ પાર શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ. એક વ્યક્તિ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સતર્ક સૈનિકોએ તેને ચેતવણી આપી, પણ તેણે કોઈ ધ્યાન આપ્યું નહીં અને આગળ વધતો રહ્યો. આવી સ્થિતિમાં, ખતરાને સમજીને, બીએસએફ જવાનોએ ઘુસણખોરને ઠાર માર્યો. ઘુસણખોરની ઓળખ અને તેના હેતુની તપાસ કરવામાં આવી રહી છે. સતર્ક બીએસએફ જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.

બીએસએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ બાદ, આ ઘટના અંગે પાકિસ્તાન રેન્જર્સ સમક્ષ કડક વિરોધ નોંધાવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande